ભગવાનનું ઘર Bhagwan Nu Ghar Bhagwan Nu Ghar — “God’s Home” “God’s Home” — Silent Seva for the Elderly
સિહોરમાં વસતા નિઃસંતાન વૃદ્ધો, જેઓ અશક્ત અને સંતાનથી દૂર અથવા વગરના છે, તેઓને તેમની જીવન સંધ્યામાં વિવિધ સ્વરૂપે સહાયરૂપ બની તેમની જીવન સંધ્યા રંગીલી અને આનંદમય બનાવવાનું છે.
જીવન સંધ્યાને આનંદમય બનાવવાનું કાર્ય પામરે સદાય માનવી કરી શકે નહીં. તેથી આ સદ્ કાર્ય ભગવાનના ઘર દ્વારા થઈ રહ્યું છે. આ કાર્ય કરતા ભગવાનના ઘરમાં પ્રતિનિધિઓના નામ પણ આ કાર્યના કર્તા તરીકે લેવામાં આવતાં નથી કે આવાશે પણ નહીં.
The purpose is to support elderly people living in Sihor who are childless, physically helpless, or living without the support of their children, and to make their later years of life more comfortable, colorful, and joyful through various forms of assistance.
A person alone cannot always make the later years of another person’s life joyful. Therefore, this noble work is being carried out through Bhagwan Nu Ghar. The representatives involved in this work do not take credit for it, and their names are not mentioned as the persons responsible for carrying out this service.
સંપૂર્ણ નિઃસ્વાર્થ અને અનામી સેવા ભાવના
Supreme Principle of Silent Anonymity
આ પવિત્ર કાર્યમાં સેવા આપતા કોઈ પણ પ્રતિનિધિ પોતાના નામનો ઉલ્લેખ ક્યારેય કરતા નથી. કર્તા માત્ર ઈશ્વર છે તેવા પરમ ભાવ સાથે સમગ્ર સેવા સંચાલિત થાય છે.
Volunteers and workers do not seek any personal recognition or fame. All services are performed silently with the sacred conviction that the divine alone is the doer.
ભગવાનના ઘરના સભ્યો Members of Bhagwan Nu Ghar
સિહોર વસતા વૃદ્ધ અને અશક્ત, નિઃસંતાન વ્યક્તિ જે કોઈપણ માનવજાતના મહેલાવ વગર ભગવાનના ઘરની સુવિધાઓનો લાભ મેળવવા હકદાર છે અને લાભ મેળવે છે. તેમને ભગવાનના ઘરના સભ્ય તરીકે ઓળખવામાં આવે છે.
Elderly, helpless and childless persons living in Sihor who are entitled to receive the facilities of Bhagwan Nu Ghar without depending on anyone's support, and who receive these benefits, are recognized as members of Bhagwan Nu Ghar.
ભગવાનના ઘરના પ્રતિનિધિ Representatives
ભગવાનના ઘરના શીર્ષક અંતર્ગત કાર્ય કરતા કાર્યકરો ભગવાનના ઘરના પ્રતિનિધિ તરીકે ઓળખાય છે અને ભગવાનના ઘરના કાર્યમાં સહાયરૂપ બને છે. તેઓ પોતાની કોઈ આગવી ઓળખ ધરાવતા નથી તથા આ કાર્યમાં ક્યાંય પણ તેમનાં નામનો ઉલ્લેખ કરતા નથી.
The workers carrying out activities under Bhagwan Nu Ghar are known as its representatives. They assist in the activities of Bhagwan Nu Ghar. They do not seek any personal recognition, and their names are not mentioned anywhere in connection with this service.
ભગવાનના ઘર દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓ Facilities & Care Services Provided
વડીલોના સ્વાસ્થ્ય, ભોજન, દૈનિક જરૂરિયાતો અને સ્નેહપૂર્ણ સથવારા માટે ૭ સુવિધાઓ 7 Core Pillars of Comprehensive Elderly Care & Support
શુદ્ધ, સાત્વિક ટિફિન ભોજન Pure Daily Tiffin Meals
બપોરે અને સાંજે ટિફિન દ્વારા ઘરેઘરે શુદ્ધ, સાત્વિક, સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા.
Pure, nutritious and tasty meals are delivered directly to homes twice daily through tiffin services in the afternoon and evening.
મીઠાઈ અને ફરસાણ વિતરણ Sweets & Snacks Distribution
અવાર-નવાર મીઠાણ અને ફરસાણનું વિતરણ, જેથી વડીલોના જીવનમાં સ્વાદ અને આનંદ જળવાઈ રહે.
Fresh sweets and farsan/snacks are distributed from time to time to bring joy into their daily lives.
માસિક દૈનિક જરૂરીયાત Monthly Essentials & Supplies
દર માસે ચા, ખાંડ, સાબુ વગેરે જેવી આવશ્યક ચીજવસ્તુઓનું નિયમિત વિતરણ.
Tea, sugar, soap, and other daily living necessities are distributed regularly every month.
તબીબી તપાસ અને સારવાર Doctor Care & Medical Treatment
જરૂરિયાત મુજબ યોગ્ય ડોક્ટરની મુલાકાત તથા દવાઓ સહિત સંપૂર્ણ તબીબી સારવાર.
Doctor visits and complete medical treatment including prescription medicines are provided according to the need.
જીવન જરૂરિયાત અને ધાર્મિક પુસ્તકો Living Items & Sacred Literature
જીવન જરૂરીયાતની ચીજો તથા ધાર્મિક પુસ્તકો અને આધ્યાત્મિક ઉપકરણોનું વિતરણ.
Essential daily-use items, religious scriptures, devotional books, and related spiritual materials are distributed.
રોજિંદા કાર્યોમાં મદદ અને હૂંફ Household Assistance & Companionship
વિદ્યાર્થીઓ અને શુભેચ્છકો દ્વારા નિયમિત ઘરની રોજિંદા કાર્યોમાં મદદ, શારીરિક સેવા, ધાર્મિક પુસ્તકોનું વાંચન, તથા તેમને હૂંફ આપવાનો પ્રયત્ન.
Students and well-wishers regularly assist with daily household chores and physical service, read scriptures aloud, and provide comforting emotional companionship.
સાપ્તાહિક મુલાકાત અને ઉત્સાહપ્રેરક વાતો Weekly Visits & Encouragement
ભગવાનના ઘરના પ્રતિનિધિ દ્વારા સપ્તાહમાં એક વખત મુલાકાત અને તેમની જરૂરીયાતો અને તકલીફો અંગેની પૂછપરછ તથા તેમને જીવનમાં ઉત્સાહપ્રેરક વાતો.
A representative visits once a week to inquire about their health, needs, and difficulties, sharing uplifting conversations to kindle hope and joyful spirits.
સંપર્ક માહિતી Official Contact Details
ભગવાનનું ઘર — સહાય અને પૂછપરછ માટે Bhagwan Nu Ghar — Sihor Helpline
C/o. P.O. Box No. 71, સિહોર – ૩૬૪૨૪૦ (ગુજરાત). C/o. P.O. Box No. 71, Sihor – 364240, Gujarat, India.