← મુખ્ય પેજ પર પાછા જાઓBack to City Portal
SIHOR MITRA MANDAL • MUMBAI
🤝 સેવા યાત્રા સને ૧૯૫૨ થી ૨૦૦૩ (૫૧મા વર્ષે) Service Journey 1952 – 2003 (51st Year Milestone)

શ્રી સિહોર મિત્ર મંડળ - મુંબઈ Shri Sihor Mitra Mandal – Mumbai

મુંબઈ સ્થિત સિહોરી વતનપ્રેમીઓ દ્વારા માતૃભૂમિ સિહોરના જળ સંકટ, શિક્ષણ, આરોગ્ય, દુષ્કાળ રાહત અને સામાજિક સમરસતા માટે સમર્પિત સુવર્ણ ઐતિહાસિક સંગઠન. A historic socio-welfare association established by patriotic natives of Sihor residing in Mumbai, dedicated to water justice, education, healthcare, drought relief, and universal brotherhood.

1952 સ્થાપના વર્ષFounded Year
50+ વર્ષોની સેવા યાત્રાYears of Service
24 સમરસ પ્રમુખોEminent Presidents
140 પ્રાથમિક શાળાઓSchools Supported
📜

સ્થાપનાની પૂર્વ ભૂમિકા Background of Establishment

૧૯૫૨નું ઐતિહાસિક જળ આંદોલન અને મુંબઈ પ્રતિનિધિ મંડળની વતન સેવા The 1952 Historic Water Crisis & Mumbai Delegation Intervention

સેવા યાત્રા સને ૧૯૫૨ થી ૨૦૦૩ (૫૧મા વર્ષે) સૌને શુભેચ્છા સહ.

સને ૧૯૫૨નું ઐતિહાસિક જળ સંકટ અને સિહોરની વહારે મુંબઈ મંડળ

સને ૧૯૫૨માં સૌરાષ્ટ્રમાં પાણીની તીવ્ર અછત સર્જાઈ. તે સમયે પાણી પુરવઠાનો ઉપયોગ ભાવનગર શહેર માટે કરવાનો નિર્ણય થતાં સિહોરની જનતામાં ઉગ્ર રોષની લાગણી જન્મી. આ કપરા સમયે મુંબઈ સ્થિત સિહોરી વતનપ્રેમીઓનું એક પ્રતિનિધિ મંડળ સત્વરે સિહોરની વહારે પહોંચ્યું અને સત્તાવાળાઓ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી. પરિણામ સ્વરૂપ—સિહોરની જરૂરિયાત સંતોષાયા બાદ જ વધારાનું પાણી ભાવનગરને અપાશે તેવો ન્યાયી નિર્ણય લેવાયો.

આ ઐતિહાસિક સફળ બનાવમાંથી પ્રેરણા મળી કે સિહોર વતનીઓમાં એકાત્મતાભાવ, બંધુભાવ અને એકબીજાના સુખદુઃખમાં સહભાગી થઈ યથાશક્તિ સેવા કરવાનો કાયમી અવસર પ્રાપ્ત થાય તે માટે એક સંગઠન હોવું અનિવાર્ય છે. આ ઉમદા ભાવના સાથે શ્રી સિહોર મિત્ર મંડળ મુંબઈની સ્થાપના થઈ.

Service journey from 1952 to 2003 (51st year), with best wishes to all.

The Historic 1952 Water Crisis & Timely Intervention

In 1952, during a period of severe water shortage in Saurashtra, regional water-supply resources were being diverted and utilized primarily for the city of Bhavnagar. This created deep resentment among the residents of Sihor. Patriotic natives of Sihor residing in Mumbai immediately stepped forward with a high-level representative delegation, rushing to Sihor and strongly advocating the rights of their hometown. As a direct result, a just and equitable decision was achieved: Bhavnagar would receive only the additional surplus water after fulfilling Sihor's primary needs.

This landmark achievement became an enduring inspiration. It ignited feelings of profound unity, fraternal brotherhood, and mutual support in times of joy and hardship, motivating leaders to establish a permanent platform to serve their ancestral land with all their might.

🌟 આદ્યસ્થાપકો અને પ્રેરક શુભચિંતકો : Founding Pillars & Well-Wishers :
👤 શ્રી અનંતરાય નંદલાલ મહેતા
👤 શ્રી અંદરજી દોશી
👤 શ્રી કુમુદરાય કાનજી જાની
👤 શ્રી કનેયાલાલ મુળજીભાઈ કાણાકીયા
👤 શ્રી રમણીલાલ જમનાદાસ મહેતા
👤 શ્રી યુનિલાલ (યશવંતલાલ) ઓધવજી જાની
🏛️

મંડળની વિશિષ્ટતા Distinctive Features of the Mandal

સર્વધર્મ સમભાવ, આદર્શ લોકશાહી અને પારદર્શક વિચારધારા Universal Harmony, Democratic Ethos & Complete Transparency

સિહોર મિત્ર મંડળ ભારતીય સંસ્કૃતિ અને સમાજનું ગૌરવરૂપ પ્રતીક છે. સર્વધર્મ, સર્વ સંપ્રદાય, શાંતિ તેમજ સમાજના દરેક વર્ગને સમરસતાપૂર્વક આત્મસાત કરતું આ મંડળ સમગ્ર સમાજ માટે પ્રેરણાબળ બની શકે તેવું શ્રેષ્ઠ અને જીવંત ઉદાહરણ છે.

Shri Sihor Mitra Mandal stands as an illustrious living embodiment of Indian culture and social harmony. Embracing people of all faiths, sects, and communities in a spirit of peaceful equality and mutual respect, it serves as an enduring source of inspiration for society.

⚖️

૨૪ પ્રતિભાશાળી પ્રમુખો 24 Distinguished Presidents

મંડળની પચાસ વર્ષની ગૌરવયાત્રા દરમિયાન સમાજના દરેક વર્ગમાંથી આવતા ૨૪ પ્રતિભાશાળી મહાનુભાવોએ મંડળના પ્રમુખ તરીકે નિઃસ્વાર્થ સેવાઓ આપી છે.

During the Mandal’s 50-year journey, twenty-four distinguished leaders representing every cross-section of society served as presidents, demonstrating true inclusive governance.

🕊️

આદર્શ લોકશાહી & સમભાવ Democratic Ideals & Equality

કોઈ પણ ભેદભાવ વિના આદર્શ લોકશાહી, સર્વજન સમભાવ દૃષ્ટિ, પારદર્શક કાર્યશૈલી અને નિખાલસતા એ સિહોર મિત્ર મંડળની મૂળભૂત ઓળખ રહી છે.

The foundation of the Mandal is built upon transparent stewardship, broad-mindedness, democratic consultation, and genuine integrity in public service.

મંડળ દ્વારા થયેલાં ઐતિહાસિક કાર્યોની ઝલક Highlights of Historic Work Done by the Mandal

૧૯૫૨ થી ૧૯૯૦ સુધી સિહોરના શિક્ષણ, આરોગ્ય અને લોકકલ્યાણ માટે નોંધપાત્ર પ્રદાનો Key milestones in education, public health, disaster relief, and institutional building

૧૯૫૨ • 1952 💧

(૧) પાણીની તીવ્ર અછતમાં સિહોરની જનતાને ન્યાય (1) Justice for Sihor During Severe Water Shortage

સિહોરમાં પાણીની તીવ્ર અછતની સ્થિતિમાં મુંબઈ મંડળના આગેવાનોએ સમયસર પહોંચી સરકારશ્રી સમક્ષ ઉગ્ર રજૂઆત કરી સિહોરની જનતાને તેમના હકનું પાણી અપાવી ન્યાય અપાવ્યો.

During the acute water shortage in Saurashtra, the Mandal's delegation actively represented the grievances of Sihor and secured equal water justice for the local populace.

૧૯૫૫ • 1955 🌸

(૨) સિહોર મહિલા મંડળની સ્થાપનામાં મુખ્ય સહયોગ (2) Foundational Support for Sihor Mahila Mandal

સિહોરના મહિલા સશક્તિકરણ અને ઉત્થાન માટે ‘સિહોર મહિલા મંડળ’ની સ્થાપનામાં મંડળના સભ્યોએ પાયાનો અને મુખ્ય સહયોગ પૂરો પાડ્યો.

Members of the Mandal provided vital encouragement, resources, and institutional cooperation to establish the historic Sihor Mahila Mandal for women empowerment.

૧૯૬૦ • 1960 🏫

(૩) સિહોર તાલુકાની ૧૪૦ પ્રાથમિક શાળાઓ માટે આર્થિક સહાય (3) Financial Aid for 140 Primary Schools

ગુજરાત રાજ્યની સ્થાપના સમયે સિહોર શહેર તથા સિહોર તાલુકાના ગામડાઓમાં ૧૪૦ પ્રાથમિક શાળાઓ ઊભી કરવા આર્થિક સહાય ઉપલબ્ધ કરાવી શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપ્યું.

Upon the foundation of Gujarat State, the Mandal provided essential financial grants to build and support 140 primary schools across Sihor town and rural taluka.

૧૯૬૧ • 1961 🎓

(૪) એલ.ડી. મુની હાઈસ્કૂલ & સિહોર એજ્યુકેશન સોસાયટીની સ્થાપના (4) Establishment of Sihor Education Society & L.D. Muni High School

સરકારશ્રી પાસેથી એલ.ડી. મુની હાઈસ્કૂલનો વહીવટ લઈ પ્રતિષ્ઠિત ‘સિહોર એજ્યુકેશન સોસાયટી’ની સ્થાપના કરવામાં અગ્રણી ભૂમિકા ભજવી અને સંપૂર્ણ સહયોગ આપ્યો.

The Mandal played a decisive role in transitioning the administration of L.D. Muni High School from the government, helping establish the esteemed Sihor Education Society.

૧૯૬૭ • 1967 🎭

(૫) મુંબઈ ચેરિટી શો ભંડોળ & જે.જે. મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ (5) Mumbai Charity Show Fundraiser & J.J. Mehta Girls High School

સિહોર એજ્યુકેશન સોસાયટી તથા શ્રી સિહોર મહિલા મંડળના વિકાસ અર્થે મુંબઈમાં ભવ્ય ‘ચેરિટી શો’નું આયોજન કરી વિશાળ ભંડોળ એકઠું કર્યું તેમજ જે.જે. મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ માટે મોટો સહયોગ આપ્યો.

Organized massive cultural charity shows in Mumbai to raise substantial development funds for Sihor Education Society, Sihor Mahila Mandal, and J.J. Mehta Girls High School.

૧૯૮૨ • 1982 🌾

(૬) દુકાળ રાહત ફંડ (રૂ. ૪,૦૦,૦૦૦/- ની માતબર સહાય) (6) Drought Relief Fund (₹4,00,000 Financial Grant)

શ્રી જયસુખલાલ નાગરદાસ શાહના પ્રમુખપદે દુષ્કાળના કપરા સમયમાં વિશેષ ફંડ ઊભું કરી સિહોર સેવા સમાજને રૂા. ૪,૦૦,૦૦૦/- નો મોટો આર્થિક સહયોગ આપ્યો.

Under the presidency of Shri Jaysukhlal Nagardas Shah, a dedicated drought relief fund was mobilized, contributing ₹4,00,000 to Sihor Seva Samaj during regional hardship.

૧૯૮૫ • 1985 👁️

(૭) આંખની હોસ્પિટલ & શ્રી નંદલાલ મુળજી ભુતા મેડિકલ ફાઉન્ડેશન (7) Eye Hospital Recovery & Bhuta Medical Foundation

સરકારશ્રી પાસેથી આરોગ્ય ક્ષેત્રે આંખની હોસ્પિટલ પાછી મેળવી સિહોરમાં પ્રખ્યાત શ્રી નંદલાલ મુળજી ભુતા મેડિકલ ફાઉન્ડેશનની સ્થાપના કરી લોકઆરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ સર્જી.

Successfully reclaimed the eye hospital facility from the government and spearheaded the founding of Shri Nandlal Mulji Bhuta Medical Foundation for advanced eye care.

૧૯૮૮ • 1988 📚

(૮) જ્ઞાન ભારતી પ્રાથમિક તથા માધ્યમિક શાળા સ્થાપના સહાય (8) Gyan Bharati Primary & Secondary School

સિહોરના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે જ્ઞાન ભારતી પ્રાથમિક તથા માધ્યમિક શાળાની સ્થાપના સમયે સંપૂર્ણ આર્થિક સાથ, સહકાર અને માર્ગદર્શન પૂરું પાડ્યું.

Extended comprehensive financial funding, institutional cooperation, and assistance during the foundation of Gyan Bharati Primary and Secondary School.

૧૯૯૦ • 1990 🕊️

(૯) આંબલા પ્રવાસ બસ દુર્ઘટના કરુણા રાહત સહાય (9) Ambla Bus Accident Compassionate Relief

શ્રી સિહોર મહિલા મંડળના આંબલા પ્રવાસ દરમિયાન થયેલી દુઃખદ બસ દુર્ઘટનામાં અવસાન પામેલા બહેનના શોકગ્રસ્ત પરિવારને આશ્વાસનરૂપે સંવેદનાપૂર્ણ આર્થિક સહાય અર્પણ કરી.

Following a tragic bus accident during a Sihor Mahila Mandal excursion to Ambla where a member lost her life, the Mandal extended immediate compassionate financial support to the bereaved family.

← સિહોર સિટી પોર્ટલ પર પાછા જાઓReturn to Sihor City Explore Menu